Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

વીઝા ફ્રોડ તથા ટેકસ રીટર્નમાં ઓછી આવક બતાવવા બદલ ઇન્‍ડિયન અમેરિકન સૌરભ શર્મા કસૂરવાનઃ નેવાર્ક ફેડરલ કોર્ટ સમક્ષ કરેલી કબૂલાતના આધારે ૩૦મે ૨૦૧૮ના રોજ સજા તથા દંડ ફરમાવાશે

નેવાર્કઃ યુ.એસ.સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન ૩૩ વર્ષીય સૌરભ શર્માએ નેવાર્ક ફેડરલ કોર્ટના ડીસ્‍ટ્રીકટ જજ સમક્ષ વીઝા ફ્રોડ આચર્યાની તથા ટેકસ રીટર્નમાં ઓછી આવક બતાવ્‍યાની કબૂલાત કરી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે તેણે પોતાની માલિકીની SCM ડેટા તથા MMC સિસ્‍ટમ દ્વારા ઉપરોક્‍ત ગેરકાયદે કૃત્‍યો કર્યાનું જણાંતા કોર્ટએ તેને કસૂરવાન ગણેલ છે.

શર્માને વીઝા ફ્રોડ બદલ વધુમાં વધુ પાંચ વર્ષની તથા ટેકસ ફ્રોડ બદલ ૩ વર્ષની જેલસજા થઇ શકે છે તથા બંને માટે વધુમાં વધુ ૨ લાખ ૫૦ હજાર ડોલરનો દંડ થઇ શકે છે.તેની સજાનો ચૂકાદો ૩૦મે ૨૦૧૮ના રોજ અપાશે.

(11:12 pm IST)