Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

કુવૈતમાં ગેરકાયદે વસતા ભારતીય પરિવારોમાં જન્‍મતા બાળકો કયા દેશના નાગરિક? કુવૈત સરકાર માન્‍યતા આપતી નથી અને ભારત જવા માટે આવા બાળકોનો પાસપોર્ટ અપાતો નથીઃ ભારતીય દૂતાવાસ સમક્ષ રજુઆત

કુવેતઃ કુવૈતમાં ગેરકાયદે વસવાટ કરતા ભારતીય પરિવારોને ત્‍યાં બાળકનો જન્‍મ થાય ત્‍યારે તેને કુવેતનું નાગરિકત્‍વ મળતુ નથી. તેમત ભારતનું પણ નાગરિકત્‍વ મળી શકતું નથી. કારણકે તેઓને પાસપોર્ટ આપવામાં આવતો નથી. જો પાસપોર્ટ મળે તો પણ ભારત  જતી વખતે તેઓ બાળકને સાથે રાખે તો તેના આધાર પૂરાવા ન હોવાથી પ્રશ્ન સર્જાય છે.

જો કે કુવૈત સરકારે આ ગેરકાયદે વસાહતીઓને વતનમાં પરત જવાની છેલ્લી તારીખ ૨૨ ફેબ્રુ. મંજુર કરી હતી તેમાં ૨ માસનો વધારો કરાયો છે. પરંતુ તેમના બાળકો માટે પાસપોર્ટ અપાતો નથી. તેથી ભારતીય દુતાવાસ સમક્ષ રજુઆત કરાઇ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળી.

 

(10:08 pm IST)