Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટ ૧૯ વર્ષીય પ્રવિણ વર્ગીસના શકમંદ હત્‍યારાને ૧૪ જુનના રોજ કોર્ટમાં હાજર કરાશેઃ મૃતક યુવાનની માતાએ ૪ થી પૂણ્‍યતિથિ નિમિતે સ્‍વર્ગસ્‍થ પુત્રની સ્‍મૃતિમાં સ્‍કોલરશીપ આપવાની ઘોષણાં કરી

ઇલિનોઇસઃ ૨૦૧૪ની સાલમાં ૧૯ વર્ષીય યુવાન સ્‍ટુડન્‍ટ ઇન્‍ડિયન અમેરિકન પ્રવિણ વર્ગીસની હત્‍યા થયાની ૪ થી પૂણ્‍યતિથિ નિમિતે તેના માતુશ્રીએ પુત્રની સ્‍મૃતિમાં સ્‍કોલરશીપ બહાર પાડી છે.

ઇલિનોઇસ યુનિવર્સિટીમાં અભ્‍યાસ કરતો આ યુવાન સ્‍ટુડન્‍ટ ગૂમ થયાની ફરિયાદ નોંધાયાના પાંચ દિવસ બાદ મૃતક હાલતમાં મળી આવ્‍યો હતો. જેના શકમંદ હત્‍યારાની  ર વર્ષ બાદ ધરપકડ થઇ હતી. જેના વકીલે આ કેસ સમગ્ર દેશમાં ચર્ચાસ્‍પદ બન્‍યો હોવાથી સ્‍થળ બદલવની કરેલી માંગણી ઇલિનોઇસ સર્કિટ જજએ ફગાવી દીધી છે તથા ૧૪ જુનના રોજ આગામી સુનાવણીની મુદત રાખી છે.

મૃતક યુવાનની માતાએ પોતાના પુત્રના હત્‍યારાને સખત નશ્‍યત કરાવવાની માંગણી કરી છે.

(9:31 pm IST)