Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

" સ્ટાર કાઉન્સિલર " : હેરો કાઉન્ટીના કાઉન્સિલર ભારતીય મૂળના મહિલા સુશ્રી અંજના પટેલ સ્ટાર બિરુદથી સન્માનિત : બાળકો તથા માનસિક રોગોથી પીડિત લોકો માટે કરેલી સેવાઓ બદલ બહુમાન કરાયું

હેરો : હેરો કાઉન્ટી કાઉન્સિલર ભારતીય મૂળના મહિલા સુશ્રી અંજના પટેલને  બાળકો તથા માનસિક રોગોથી પીડિત લોકોની સેવા કરવા બદલ સ્ટાર બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા હોવાનું હેરો ટાઈમ્સ દ્વારા જાણવા મળે છે.ઉપરાંત કાઉન્સિલર તરીકેની છેલ્લા 25 વર્ષ દરમિયાન  દૈનંદિન કામગીરી બદલ સન્માનિત કરાયેલા અન્ય હેરો કાઉન્ટીના કાઉન્સીલરોની  સાથે તેમને સ્થાન અપાયું હતું.
વિલીન્ગનેસ ટૂ હેલ્પ અધર્સ ની ભાવના સાથે સમર્પિત કન્ઝર્વેટિવ અને લેબર પાર્ટીના કાઉન્સિલર્સ ની લાંબા સમયની કોમ્યુનિટી સેવાઓ બદલ  સિવિક સેન્ટર ખાતે ગુરુવારે બહુમાન કરાયું હતું.આ તકે લેબર કાઉન્સિલર શ્રી કિરણ રામચંદાણીએ લેબર કાઉન્સિલર ફિલિપ ઓ ડેલને પરફેક્ટ કાઉન્સિલર તરીકે બિરદાવ્યા હતા.તેમજ હેરો કાઉન્સિલ લીડરે કોમ્યુનિટી સેવાઓ માટે કાર્યરત રહેનાર સહુ કાઉન્સિલરને બિરદાવ્યા હતા 

(8:06 pm IST)