Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

અમેરિકામાં વસતા સાઉથ એશિઅન પ્રજાજનોમાં ડાયાબિટીસનું પ્રમાણ ૨૩ ટકાઃ JAMA માં પ્રસિધ્ધ થયેલા અહેવાલને AAPI તથા AACIOનું સમર્થનઃ બંને ઓર્ગેનાઇઝેશનના તબીબી મેમ્બર્સ તથા કોમ્યુનીટીને ડાયાબિટીસથી થતા કાર્ડિઓવેસ્કયુલર દર્દોથી બચાવવા જાગૃત કરાશે

શિકાગોઃ તાજેતરમાં ૨૦ ડિસેં.૨૦૧૯ના રોજ JAMAમાં પ્રસિધ્ધ થયેલા સર્વે મુજબ અમેરિકામાં વસતા સાઉથ એશિયન સમુદાયમાં ૨૦૧૧ થી ૨૦૧૬ દરમિયાન ડાયાબિટીસ તથા કાર્ડિયોવેસ્કયુલર દર્દોનું પ્રમાણ ૨૩.૩ ટકા જેટલું છે આ સર્વેને અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીઅન્શ ઓફ ઇન્ડિયન ઓરીજીન (AAPI) તથા અમેરિકન એશોશિએશન ઓફ કાર્ડિઓલોજીસ્ટસ ઓફ ઇન્ડિયન ઓરીજીન (AACIO)એ પણ સમર્થન આપ્યું છે તેમજ જણાવ્યું છે કે ડાયાબિટીસના આ પ્રમાણથી કાર્ડિઓવેરકયુલર દર્દોનું પ્રમાણ વધી જવાનું જોખમ છે. જેનાથી મૃત્યુદરમાં પણ વધારો જોવા મળ્યો છે.

હાર્વર્ડ મેડીકલ સ્કુલના પ્રોફેસર ઓફ મેડિસીન ડો.દિપક એલ.ભટ્ટએ પણ આ બાબતને ચિંતાજનક ગણાવી છે. તથા આરોગ્ય ક્ષેત્રે નાત-જાતના ભેદભાવ વગર સેવાઓ આપતા AAPI અને AACIO ઓર્ગેનાઇઝેશન્શએ પણ આ બાબતે ચિંતા વ્યકત કરી છે.

આ સર્વેને ધ્યાને લઇ તુરંત જ AAPI તથા AACIOના હોદેદારો ભેગા થયા હતા. તથા મીટીંગમાં ઉપસ્થિત બંને ઓર્ગેનાઇઝેશનના હોદેદારોએ ૨૦૦૪ની સાલના સર્વેની પણ ચિંતા વ્યકત કરી હતી જે મુજબ સૌપ્રથમવાર આ પ્રમાણ ૨૨.૫ ટકા નોંધાયુ હતું. જેમાં ૧૮.૩ ટકા પુરૃષો અને ૧૩.૬ ટકા મહિલાઓનું પ્રમાણ હતું.

આ મીટીંગમાં નક્કી થવા મુજબ ઉપરોકત બન્ને દર્દોનું પ્રમાણ ઘટાડવા ફીઝીશીઅન્શ તથા સાઉથ એશિઅન પ્રજાજનોમાં જાગૃતિ ફેલાવવાનું આયોજન કરાયું હતું. તથા દર્દોનું પ્રાથમિક તબક્કે નિદાન થઇ જાય તેવી વ્યવસ્થા કરવાનું નક્કી કરાયું હતું. તથા તે માટે બન્ને ઓર્ગેનાઇઝેશન્શના મેમ્બર્સ તેમજ કોમ્યુનીટી અગ્રણીઓની સેવાઓ લેવાનું નક્કી કરાયું હતું. આ સેવાઓ આપવા ઇચ્છુક લોકોને શ્રી વિજય કોડાલીનો VKodali@aapiusa.org દ્વારા સંપર્ક  સાધવા જણાવાયું છે તેવું શ્રી અજય ઘોષ્ના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)