Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

૯ મુસ્‍લિમ કન્‍યાઓની સુન્નત કરવાના આરોપમાંથી ઇન્‍ડિયન અમેરિકન મહિલા ડો. જુમાના નગરવાલા મુકત

ડેટ્રોઇટઃ અમેરીકાના  ડેટ્રોઇટમાં ૯ મુસ્‍લિમ બાળાઓની સુન્નત કરવાના આરોપમાંથી ફેડરલ જજએ ર૧ નવે.ર૦૧૮ ના રોજ ર ડોકટર સહિત ૮ આરોપીઓને  મુકિત આપી છે.  જેમાં ઇન્‍ડિયન અમેરિકન મહિલા ડો. જુમાના નગરવાલા કે જેમણે આ ૯ કન્‍યાઓના જનનાંગોનું છેદન કર્યુ હતુ.તથા આ કામ માટે પોતાના મિચીગન ખાતેના કલિનીકનો ઉપયોગ કરવા દેનાર ડો. ફકરુદિન અત્તારનો સમાવેશ થાય છ.

પોતાના બચાવમાં ડો. જુમાના નગરવાલાએ જણાવ્‍યું હતુ કે તેમણ ભારતના દાઉદી વ્‍હોરા કોમમાં થતી આ એક પ્રકારની ધાર્મિક ક્રિયાનો અમલ માત્ર કર્યો છે. જો કે તેમના ઉપરના અન્‍ય આરોપો હજુ યથાવત છે જેની સુનાવણી બાકી છે.

(9:48 pm IST)