Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

યુ.એસ.માં ન્‍યુયોર્કની મેડીકલ યુનિવર્સિટીના વચગાળાના પ્રેસિડન્‍ટ તરીકે ઇન્‍ડિયન અમેરિકન ર્ડા.મન્‍ટોસ દિવાનની નિમણૂંકઃ ર૩ ડીસે. ર૦૧૮ થી હોદો સંભાળશે

ન્‍યુયોર્કઃ યુ.એસ. સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર ર્ડા.મન્‍ટોસ દિવાનને અપસ્‍ટેટ મેડીકલ  યુનિવર્સિટી ન્‍યુર્યોકના વચગાળાના પ્રેસિડન્‍ટ તરીકે નીમવામા આવ્‍યા છે. તેઓ ર૩ ડિસે. ર૦૧૮ થી હોદો ગ્રહણ કરશે. તથા કાયમી પ્રેસિડન્‍ટની નિમણુંક થાય ત્‍યાં સુધી જવાબદારી સંભાળશે.

તેઓ સાઇકીઆટ્રી એન્‍ડ બિહેવીઅરલ સાયન્‍સ ડીપાર્ટમેન્‍ટમાં પ્રોફેસર છે. તેમજ કોલેજ ઓફ મેડીસીનના વચગાળાના ડીન તરીકે જવાબદારી સંભાળી ચુકયા છે.

તેમણે ૩પ જેટલા પુસ્‍તકો લખ્‍યા છે. ૭પ જેટલા સંશોધન પત્રો લખેલા છે. તેમણે મુંબઇ યુનિવર્સિટીમાંથી ડોકટર ઓફ મેડીસીનની ડીગ્રી મેળવેલી છે.

(9:47 pm IST)