Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

વિમાનમાં દારૂ પીને હંગામો મચાવવા બદલ ભારતીય મૂળની મહિલાને 6 માસની જેલ : સ્પેનથી બ્રિટન જતી વખતે કિરણ જગદેવ નામક આ મહિલાએ વાઈનના 6 પેગ ઠઠાડી બકવાસ કર્યો

લંડન : યુ.કે.સ્થિત ભારતીય મૂળની મહિલા કિરણ જગદેવએ સ્પેનથી પરત ફરતી વખતે વિમાનમાં ઓવરલોડ દારૂ પીને બકવાસ કરી અન્ય મુસાફરોને તંગ કરી દેતા યુ.એસ.જજે તેને 6 માસની સજા ફરમાવી છે.

 સ્પેનથી વિમાનમાં બેઠા પહેલા બિયરના 4 થી 6 પેગ પીધા પછી વિમાનમાં પણ તેણે વાઈનના 4 થી 6 પેગ પીધા હતા.તથા બકવાસ શરૂ કરી દીધો હતો.અન્ય મુસાફરોને હેરાનગતિ પહોંચાડવા બદલ બ્રિટન કોર્ટએ તેને ઉપરોક્ત સજા ફરમાવી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:06 am IST)