Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

ઇન્ફોર્મેશન સિસ્ટમ તથા ટેક્નોલોજી ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપવા બદલ ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી મોહમ્મદ રહેમાનને " અર્લી કેરીઅર એવોર્ડ "

ઇન્ડિયાના : યુ.એસ.ના ઇન્ડિયાનામાં આવેલી પરડ્યુ યુનિવર્સીટીના એસોસિએટ પ્રોફેસર ઇન્ડિયન અમેરિકન શ્રી મોહમ્મદ રહેમાનની પસંદગી " અર્લી કેરીઅર અવૉર્ડ માટે થઇ છે.ઇન્ફોર્મેશન સિસ્ટમ તથા ટેક્નોલોજી ક્ષેત્રે વિશેષ યોગદાન આપવા બદલ તેમને આ એવોર્ડ એનાયત કરાયો છે.

 પ્રોફેસર શ્રી મોહમ્મદ આ અગાઉ પણ ફોર્ટી અંડર ફોર્ટી બિઝનેસ પ્રોફેસર તરીકે સ્થાન મેળવી ચુક્યા છે.તેમણે સાઉધર્ન ઈલિનોઈસ યુનિવર્સીટીમાંથી કોમ્યુટર સાયન્સ તથા MBA ની ડિગ્રી મેળવેલી છે.

(10:13 am IST)