Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

બાંગલાદેશમાં હિંદુઓ વિરુદ્ધ થઇ રહેલા તોફાનોએ ઉગ્ર સ્વરૂપ પકડ્યું : ગઈકાલ શનિવારે મંદિરોમાં તોડફોડ સમયે બે વધુ યુવાનોની હત્યા : પોલીસ અહેવાલ મુજબ મૃતકોની સંખ્યા 6 થઇ ગઈ : આરોપીઓની શોધખોળ ચાલુ

ઢાકા : બાંગલાદેશમાં હિંદુઓ વિરુદ્ધ થઇ રહેલા તોફાનોએ ઉગ્ર સ્વરૂપ પકડ્યું હોવાનું જાણવા મળે છે.પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલ શનિવારે મંદિરોમાં તોડફોડ સમયે બે વધુ યુવાનોની હત્યા થઇ છે. આથી હવે પોલીસ અહેવાલ મુજબ મૃતકોની સંખ્યા 6 થઇ ગઈ છે. આરોપીઓની શોધખોળ ચાલુ હોવાનું પોલીસ તંત્રએ જણાવ્યું છે.

બાંગ્લાદેશ પોલીસે જણાવ્યું કે તાજેતરની હિંસા દક્ષિણ શહેર બેગમગંજમાં થઈ હતી. અગાઉ દુર્ગા પૂજાના અંતિમ દિવસે શુક્રવારની નમાઝ બાદ બહુમતી સમુદાયના સેંકડો લોકોએ રસ્તા પર સરઘસ કાઢ્યું હતું. આ દરમિયાન, 200 થી વધુ લોકોએ ઇસ્કોન મંદિર પર હુમલો કર્યો, જ્યારે હિન્દુ સમુદાયના લોકો વિજયાદશમી પર એક રેલીનું આયોજન કરવાના હતા. અજાણ્યા હુમલાખોરોએ મંદિર સમિતિના કારોબારી સભ્યને માર માર્યો હતો અને તેના શરીરમાં ચાકુ ઘુસાડી દીધું હતી. સ્થાનિક પોલીસ વડા શાહિદુલ ઇસ્લામે એએફપીને જણાવ્યું કે શનિવારે સવારે મંદિરની બાજુમાં આવેલા એક તળાવ પાસે અન્ય હિન્દુ પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમણે કહ્યું, "ગઈકાલના હુમલા બાદ બે લોકોના મોત થયા છે. અમે હુમલાખોરોને શોધી રહ્યા છીએ. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:19 pm IST)