Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

કાશ્મીરમાં ૧૪૪ બાળકો સહિત ૪ હજાર લોકો ઓગસ્ટ માસથી પબ્લીક સેફટી એકટ હેઠળ અટકાયતમાં છેઃ માનવ અધિકારોના ઉલ્લંધન અંગે ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમિલા જયપાલએ ચિંતા વ્યકત કરી

વોશીંગ્ટનઃ કાશ્મીરમાં ૯ વર્ષની ઉંમરના ૧૪૪ બાળકો સહિત ૪૦૦૦ લોકોને પબ્લીક સેફટી એકટ હેઠળ ઓગસ્ટ માસથી અટકાયતમાં રખાયા છે. જે એકટ મુજબ ૨ વર્ષ સુધી આ લોકોને કોઇપણ આરોપ લગાવાયા વગર હિરાસતમાં રાખી શકાય છે. તેવું ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમિલા જયપાલએ ૨૨ ઓકટો.૨૦૧૯ના રોજ યુ.એસ.માં મળેલી ફોરેન અફેર્સ સબ કમિટીની મીટીંગમાં જણાવ્યું હતું. તથા કાશ્મીરમાં માનવ અધિકારોના ઉલ્લંઘને અંગે ચિંતા વ્યકત કરી હતી.

મીટીંગમાં સુશ્રી પ્રમિલા જયપાલ ઉપરાંત ડેમોક્રેટ તથા રિપબ્લીકન પાર્ટીના સાંસદો પણ હાજર રહ્યા હતા. તથા કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવાયા પછીની ઘટનાઓની ચર્ચા કરી હતી.

(8:29 pm IST)