Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

યુ.એસ.ના કેલિફોર્નિયામાં સાન્તા કલારા ફાઉન્ડેશનના ઉપક્રમે નવરાત્રિ તથા દશેરા ઉત્સવ ઉજવાયોઃ રંગબેરંગી વસ્ત્રોમાં સજજ મહિલાઓએ નૃત્ય,ગરબા,તથા દાંડીયા રાસની રમઝટ બોલાવી

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં સાંકારા આઇ ફાઉન્ડેશનના ઉપક્રમે સાન્તા કલારા કેલિફોર્નિયામાં બે એરીયા ખાતે ઉમંગભેર નવરાત્રિ તથા દશેરા ઉત્સવ ઉજવાઇ ગયો. જેમાં રંગબેરંગી વસ્ત્રોમાં સજજ થઇ મહિલાઓએ નૃત્ય, ગરબા, તથા દાંડીયા રાસની રમઝટ બોલાવી હતી. તથા આ ઉજવણીમાં હજારો કોમ્યુનીટી મેમ્બર્સ જોડાયા હતા.

નોન પ્રોફિટ સાન્તા કલારા ફાઉન્ડેશનના ઉપક્રમે સતત ૧૬મા વર્ષે કરાયેલી ઉજવણીમાં  દાંડીયા રાસ ઉપરાંત, બાળકો માટે ડાન્સીંગ એરીયા, ફુડ બુથ્સ, ફોટો બુથ્સ,તથા માતાજીની શણગારેલી મૂર્તિ સહિત વિવિધ આયોજનો કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે સાન્તા કલારા ફાઉન્ડેશનન ઉપક્રમે જરૂરીયાતમંદ લોકોને વિનામૂલ્યે આંખના ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ર લાખ લોકો લાભ લઇ ચૂકયા છે.

(8:27 pm IST)