Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

યુ.એસ.માં એકલ વિદ્યાલય ઓફ હયુસ્ટન ચેપ્ટરના ઉપક્રમે ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાયોઃ ભારતના કોન્સ્યુલ જનરલ ડો. અનુપમ રાયની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રોગ્રામમાં ૧.૫ મિલીયન ડોલર ભેગા થઇ ગયા

હયુસ્ટનઃ યુ.એસ.માં એકલ વિદ્યાલય ઓફ હયુસ્ટન ચેપ્ટરના ઉપક્રમે ૬ ઓકટો. ૨૦૧૮ના રોજ ગાલા ફંડ રેઇઝીંંગ પ્રોગ્રામ યોજાઇ ગયો.

સુગરલેન્ડ મુકામે યોજાયેલા આ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં ૧૫૦ જેટલા યુવા સમુહ સાથે ૬૫૦ લોકો ભેગા થઇ ગયા હતા. જેમણે ૧.૫ મિલીયન ડોલર જેટલું ફંડ ભેગુ કરી દીધુ હતુ. આ તકે ભારતના કોન્સ્યુલ જનરલ ડો.અનુપમ રાયએ હાજર રહી પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. તથા એકલ વિદ્યાલય સંચાલિત પ્રવૃતિઓને બિરદાવી હતી. તથા ડો.કિરણ પટેલએ મુખ્ય વકતા તરીકે ઉદબોધન કર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે એકલ USAના ઉપક્રમે ભારતની ૭૫ હજાર સ્કૂલોના ૨૫ ટકા બાળકોને શિક્ષિત કરાઇ રહ્યા છે. આ તકે વીડિયો દ્વારા એકલ સંચાલિત વિવિધ પ્રવૃતિઓનું નિદર્શન કરાવાયુ હતું. તથા ડીજીટલ લિટરસી, એકલ ઓન વ્હીલ્સ, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, ટેલરીંગ સેન્ટર, ટેલી મેડિસીન, તેમજ ઇન્ટીગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ વિષે માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:30 pm IST)