Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

અમેરિકાના ન્યુજર્સીમાં ઇન્ડિયન અમેરિકન્સ ઓફ પરામસના ઉપક્રમે વાર્ષિક કલ્ચરલ પ્રોગ્રામ યોજાયોઃ આગામી ૮ ડિસે. ૨૦૧૮ના રોજ દિવાળી ઉત્સવ ઉજવાશે

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં ઇન્ડિયન અમેરિકન ઓફ પરામસ (IAP)ના ઉપક્રમે ૧૩ ઓકટો.ના રોજ વાર્ષિક કલ્ચરલ પ્રોગ્રામ યોજાઇ ગયો. જેમાં સહુ મેમ્બર્સ પરિવારોએ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો તથા નવરાત્રિ મહોત્સવનો આનંદ માણ્યો હતો.

આગામી ૮ ડીસે. ૨૦૧૮ના શનિવારના રોજ IAPના ઉપક્રમે વાર્ષિક દિવાળી ઉત્સવ ઉજવાશે.

મોનસુન રેસ્ટોરન્ટ ૬૦૬, કિન્ડરકામાક રોડ, રિવર એજ ન્યુજર્સી મુકામે ઉજવાનારા દિવાળી કલ્ચરલ પ્રોગ્રામનો સમય સાંજે ૬.૩૦થી રાત્રિના ૧૧.૩૦ સુધીનો રહેશે. ૨૦ નવે. સુધીમાં રજીસ્ટ્રેશન માટે શ્રી ચિરાગ પટેલ ૨૦૧-૫૬૨-૩૧૫૫, શ્રી વિનય શાહ ૨૦૧-૫૩૮-૬૫૧૮, શ્રી અમર મુનિ ૨૦૧-૮૮૮-૯૯૯૮, શ્રી અજય પટેલ ૨૦૧-૯૮૬-૦૧૧પ, શ્રી હેમાંગ વૈદ્ય ૨૦૧-૬૩૪-૯૧૩૧, શ્રી ભરત શાહ ૨૦૧-૮૧૯-૮૪૧૧, શ્રી મયંક ગઢીયા ૨૦૧-પ૪૩-૭૭૭૪ અથવા શ્રી આલોક વોરાનો કોન્ટેક નં. ૬૦૭-૨૩૭-૮૬૭૩ દ્વારા સંપર્ક સાધવા IAP કમિટી દ્વારા જણાવાયું છે.

(9:29 pm IST)