Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

અમેરિકામાં ટ્રમ્પ શાસન દરમિયાન H-1B વીઝા નિયમોમાં આપખુદી ફેરફારો બદલ કોર્ટ કેસઃ એક હજાર જેટલી ફર્મનું પ્રતિનિધિત્વ કરતા નોનપ્રોફિટ ટ્રેડ ગૃપ આઇ.ટી.સર્વ એલાયન્સએ USCIS વિરૃધ્ધ દાવો દાખલ કર્યો

ટેકસાસઃ યુ.એસ.માં એક હજાર જેટલી આઇ.ટી.રીક્રુટીંગ ફર્મનું પ્રતિનિધિત્વ કરતા ડલાસ સ્થિત નોનપ્રોફિટ ટ્રેડ ગૃપ આઇ.ટી.સર્વ એલાયન્સએ યુ.એસ. સીટીઝનશીપ એન્ડ ઇમીગ્રેશન સર્વિસીસ (USCIS) વિરૃધ્ધ H-1B વીઝા નિયમોમાં આપખુદી ફેરફાર કરવાના વિરોધમાં ૧૧ ઓકટો. ૨૦૧૮ના રોજ દાવો દાખલ કર્યો છે.

દાવામાં જણાવાયા મુજબ છેલ્લા ૧૮ માસથી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં H-1B વીઝા નિયમો વધુ કડક બનાવાયા છે. તેમજ આ વીઝા મેળવવાની પ્રક્રિયા વધુ જટિલ બનાવાઇ છે. પરિણામે સમયસર કુશળ કર્મચારીઓ નહીં મળી શકતા કંપનીઓએ સહન કરવું પડે છે.

H-1B વીઝાની મુદત લંબાવી દેવાની પ્રક્રિયા અંતર્ગત બહુ ટુકા ગાળા માટે વીઝા લંબાવી દેવાતા હોવાથી આ વીઝા ધારકોને ફરીથી અરજી કરી વધારે ખર્ચ ભોગવવો પડે છે. જે વીઝા આ અગાઉ ૩ વર્ષ માટે લંબાવી દેવાતા હતા. અમુક કિસ્સાઓમાં વર્ક પરમીટની મુદત પૂરી થઇ ગયા પછી મંજુરી મળવાના બનાવો બનવાથી H-1B વીઝા ધારકોને પરત વતનમાં જવું પડયાના દાખલાઓ છે.

(9:28 pm IST)