Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

અમેરિકામાં છેલ્લા સાત વર્ષ દરમિયાન તેલૂગૂ ભાષીઓની સંખ્યામાં ૮૬ ટકાનો વધારોઃ ઇંગ્લીશ પછી સૌથી વધુ બોલાતી ભાષાઓમાં તેલૂગૂએ સ્થાન મેળવ્યુઃ ૨૦૧૪ની સાલમાં મિસ અમેરિકાનો તાજ વિજેતા સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન યુવતી નિના દુલારી તથા ગૂગલના ceo શ્રી સત્ય નાદેલા તેલૂગૂભાષી

વોશીંગ્ટનઃ અમેરિકામાં બોલાઇ રહેલી ભાષાઓમાં તેલુગુ ભાષાનો વ્યાપ અન્ય ભાષાઓની સરખામણીમાં ઝડપથી વધી રહ્યો છે તેવું અમેરિકન થિંક ટેન્કના સર્વેમાં બહાર આવ્યુ છે.

સર્વેમાં જાણવા મળ્યા મુજબ ૨૦૧૦ થી ૨૦૧૭ ની સાલ દરમિયાન તેલૂગૂ ભાષા બોલતા લોકોની સંખ્યામાં ૮૬ ટકાનો વધારો થયો છે.

જો કે ભારતમાં બોલાતી ભાષાઓમાં તેલૂગૂ ૪થા ક્રમે આવે છે. જયારે યુ.એસ.માં બોલાતી ભાષાઓમાં ઇંગ્લીશ ભાષા પછીના ક્રમે તુરત આવતી ભાષા તરીકે તેલૂગૂ સ્થાન ધરાવે છે. ૨૦૧૦ની સાલમાં તેલૂગૂ ભાષા બોલતા લોકોની સંખ્યા ૨ લાખ હતી જે ગયા વર્ષે ૨૦૧૭ની સાલમાં ૪ લાખ થઇ ગઇ છે. યુ.એસ.ની સૌથી વધુ ઝડપથી વ્યાપ પામી રહેલી ૧૦ વિદેશી ભાષાઓમાં તેલૂગૂ સ્થાન ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૪ની સાલમાં મિસ અમેરિકાનો તાજ મેળવનાર સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન યુવતિ નિના દુલારી તથા ગૂગલના ceo શ્રી સત્ય નાદેલા તેલૂગૂભાષી છે. જેઓ ભારતના તેલંગણાના વતની છે.

જો કે સાઉથ એશિઅન પ્રજાજનો દ્વારા બોલાતી ભાષાઓમાં હિન્દી પ્રથમ ક્રમે છે.

(9:27 pm IST)