Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

બ્રિટનમાં ભારતીય મૂળના ૪૮ વર્ષીય બલબીર જોહલના હત્યારાઓને જેલસજાઃ માર્ચ માસમાં લંડનમાં ધારદાર હથિયારથી હુમલો કરી બલબીરને મોતને ઘાટ ઉતારી દેનાર મોહમદને ૨૬ વર્ષ તથા યુસુફને ૧૪ વર્ષની જેલ

લંડનઃ બ્રિટનના લંડનમાં ભારતીય મૂળના ૪૮ વર્ષીય બલબીર જોહલની હત્યાના આરોપીઓ ૨૪ વર્ષીય હસન મોહમદ તથા  ૨૧ વર્ષીય યાસીન યુસુફને કોર્ટએ દોષિત ગણી જેલસજા ફરમાવી છે.

માર્ચ મહિનામાં પશ્ચિમ લંડનના સાઉથોલ ઉપનગરમાં ધારદાર હથિયારથી બલબીર ઉપર આ બંન્ને આરોપીઓએ હુમલો કર્યો હતો. પરિણામે બલબીરને હોસ્પિટલમાં દાખલ કરાયેલ જયાં તેનું મૃત્યુ થતા નામદાર કોર્ટએ મોહમદને ૨૬ વર્ષ તથા યુસુફને ૧૪ વર્ષની જેલસજા ફરમાવી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:26 pm IST)