Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

AAPI ના ઉપક્રમે લાસ વેગાસ મુકામે 2022 નેશનલ સિવિક લીડરશીપ ફોરમનું આયોજન કરાયું : 11 થી 13 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત સમિટમાં અગ્રણી મહાનુભાવોએ ઉદ્દબોધનો કર્યા

લાસ વેગાસ : અમેરિકન એશોશિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન (AAPI ) ના ઉપક્રમે લાસ વેગાસ મુકામે 11 થી 13 સપ્ટેમ્બર દરમિયાન 2022 નેશનલ સિવિક લીડરશીપ ફોરમનું આયોજન કરાયું હતું. જેમાં વર્તમાન સમયમાં આરોગ્ય ક્ષેત્રે AAPI ની કામગીરી વિષે ઉદ્દબોધનો કરાયા હતા.

આ તકે ઉદબોધન કરનાર મુખ્ય વક્તાઓમાં નેવાર્કના પ્રથમ મહિલા સુશ્રી કાર્તિ ઓન્ગ સિસોલક ,અમેરિકાના યુ.એન.ખાતેના પૂર્વ રાજદૂત શ્રી સિચન સિવ ,એન્કર સુશ્રી મેલી ટોમ, સર્કિટ કોર્ટ જજ સુશ્રી ચનપોન સિનલાપસલ ,તથા ઈન્ડો એબ્રોડ એક્ઝિક્યુટિવ એડિટર શ્રી અઝીઝ હનીફનો સમાવેશ થતો હતો તેવું ડી.બી.ડબલ્યુ દ્વારા જાણવા મળે છે. 

(12:52 pm IST)