Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

પાકિસ્તાનના કરતારપુરમાં ગુરુ નાનકદેવની 481 મી પુણ્યતિથિ ઉજવાઈ : ત્રિદિવસીય ઉજવણીમાં 4500 જેટલા શીખ શ્રદ્ધાળુઓ ભેગા થયા

કરતારપુર : પાકિસ્તાનના કરતારપુરમાં 22 સપ્ટેમ્બરના રોજ ગુરુ નાનકદેવની 381 મી પુણ્યતિથિ ઉજવાઈ હતી.જેમાં સ્થાનિક ઉપરાંત અન્ય દેશોના મળી 4500 જેટલા શીખ શ્રદ્ધાળુઓ ભેગા થયા હતા.જોકે કોવિદ -19  ના કારણે મુકાયેલા યાત્રા પ્રતિબંધના કારણે  ભારતના શીખો આ ઉજવણીમાં જોડાઈ શક્યા નહોતા.
ત્રિદિવસીય ઉજવણી અંતર્ગત ઐતિહાસિક દરબાર સાહેબ ગુરુદ્વારામાં ' જ્યોતિ જ્યોત ગુરુ પર્વ ' ઉજવાયો હતો.રવિવારે અખંડ પાઠ સાહેબ કરાયા હતા તથા મંગળવારે ઉજવણી સંપન્ન થઇ હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:32 pm IST)