Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ભારતની ચેતવણીની અવગણના કરી ઇમરાનખાને ગિલકિત બાલિસ્તાનમાં વિધાનસભા ચૂંટણીની ઘોષણાં કરી : સેના અધ્યક્ષના દબાણમાં આવી ગયેલા પ્રાઈમ મિનિસ્ટરે 15 નવેમ્બરના રોજ POK માંચૂંટણી યોજવાની જાહેરાત કરી : પાકિસ્તાનના વિરોધ પક્ષો આગબબુલા

ઇસ્લામાબાદ : પાકિસ્તાનની ઇમરાનખાન સરકારે  સેનાના દબાવમાં આવી જઈ  ગિલકિત બાલિસ્તાનમાં  વિધાનસભા ચૂંટણીની ઘોષણાં કરી છે.સેના અધ્યક્ષ કમર જાવેદ બાજવાના આગ્રહને વશ થઇ ઇમરાનખાને લીધેલા નિર્ણયને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરીફ અલ્વીએ મંજૂરીની મહોર મારી દીધી છે.
ઉલ્લેખનીય છે કે 17 સપ્ટેમરના રોજ પાકિસ્તાન સરકારે ગિલકિત બાલિસ્તાનને અલગ સ્ટેટનો દરજ્જો આપી દીધો છે.પાકિસ્તાનના કબ્જાના આ વિસ્તારની ધારાસભામાં 33 બેઠકો છે.તથા 3 પક્ષો મેદાનમાં છે.ત્યાં ચૂંટણી યોજવાના મામલે વિરોધ પક્ષોએ જણાવ્યું હતું કે  આ બાબત સંસદના કાર્યક્ષેત્રમાં આવે છે.સેનાએ પ્રમુખના નહીં.

(1:20 pm IST)