Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ભારતમાં 27 મી સપ્ટેમ્બરે ' દીકરી દિવસ ' ની ઉજવણી માટે ગૌરવ લેવા જેવી ઘટના : ગુજરાતના રણકાંઠાના ઝીંઝુવાડા ગામના ક્ષત્રિય પરિવારની દીકરી દેવકીબા ઝાલાએ અમેરિકાની AIT ટ્રેનિંગ પૂર્ણ કરી : ન્યુક્લિયર સ્પેશિયાલિસ્ટ બની અમેરિકન આર્મીમાં સેવા આપશે : ગુજરાતની દીકરીની સિદ્ધિને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિડિઓ સંદેશ દ્વારા શુભેચ્છા પાઠવી

ગાંધીનગર : ભારતમાં દર વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ ' દીકરી દિવસ ' ઉજવવામાં આવે છે.જે અંતર્ગત આ વર્ષની ઉજવણી જરા હટકે બની રહેશે.જે દીકરી દિવસની ઉજવણી માટેની ગૌરવપ્રદ ઘટના બની રહેશે.

આ માટેનું કારણ જોઈએ તો ગુજરાતના રણકાંઠાના વિસ્તાર ઝીંઝુવાડાના શ્રી કનકસિંહ ઝાલા તથા સુશ્રી ફાલ્ગુનીબા ઝાલાની 20 વર્ષીય દીકરી દેવકીબા ઝાલાએ ગત સપ્તાહમાં અમેરિકન આર્મીની 3 મહિનાની ખુબ જ કરી ટ્રેનિંગ પૂર્ણ કરી એડવાન્સ ઇન્ડિવિજ્યુઅલ ટ્રેનિંગ ( AIT )  માં પ્રવેશ મેળવી  CBRN (કેમિકલ ,બાયોલોજીકલ ,રેડિઓલોજીકલ ,અને ન્યુક્લિઅર ) સ્પેશિયાલિસ્ટ બની અમેરિકન આર્મીમાં સેવા બજાવશે.

આજના યુગમાં દીકરીઓએ પણ પુરુષ સમોવડી બની ચંદ્ર પર પહોંચીને વિશ્વ લેવલે ડંકો વગાડ્યો છે.ત્યારે ગુજરાતમાં દીકરીઓ માટે આર્મીમાં મોકલવાની વાત તો ધોળા દિવસે તારા જોવા જેવી અશક્ય બાબત છે.ત્યાર આ દીકરીની સિદ્ધિ સીમાચિહ્ન રૂપ બની રહેશે.તેવું જાણવા મળે છે.

(12:49 pm IST)