Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( GOPIO ) : યુ.એસ. શાખાના 2021 ની સાલ માટેના નવા હોદેદારોની ચૂંટણી સંપન્ન : ઝુમ માધ્યમ દ્વારા આયોજિત ચૂંટણીમાં ચેરમેન શ્રી વાસુ પવાર તથા પ્રેસિડન્ટ શ્રી વેન્કટ પેડી સહીત તમામ હોદેદારો સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા

વોશિંગટન : યુ.એસ.માં કાર્યરત ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ  ઇન્ડિયન ઓરિજીન ( GOPIO  ) ની શાખા દ્વારા 6 સપ્ટેમ્બરના રોજ ઝુમના માધ્યમ દ્વારા 2021 ની સાલ માટેના હોદેદારોની ચૂંટણી યોજાઈ હતી.
દીપ પ્રાગટ્ય ,ગણેશ સ્તુતિ ,તથા ગણેશ ડાન્સ સાંસ્કૃતિક આયોજન બાદ ચૂંટણીનું આયોજન કરાયું હતું.જેમાં તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા.
આ ઉમેદવારોમાં ચેરમેન તરીકે શ્રી શ્રી વાસુ પવાર તથા પ્રેસિડન્ટ તરીકે  શ્રી વેન્કટ પેડી ,એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ સુશ્રી બલજીત કૌર તુર ,સેક્રેટરી શ્રી સુમા વેરા હરીશ ,સીનીઅર વાઇસ પ્રેસિડન્ટ ( પબ્લિક રિલેશન ) ડો.કાનન મોદી ,સીનીઅર વાઇસ પ્રેસિડન્ટ ( ટ્રેઝરર ) શ્રી રઘબીર બગ્ગા ,જોઈન્ટ સેક્રેટરી શ્રી નિકુંજ  ગુપ્તા ,જોઈન્ટ એડવાઈઝર શ્રી હેમંત કુરાની ,તથા શ્રી રાજબીર હુંસૌન ,મીડિયા ડિરેક્ટર તરીકે શ્રી દિનેશ શર્મા ,તથા ઇવેન્ટ પ્લાનિંગ ડિરેક્ટર તરીકે શ્રી પદ્મજા ,તથા લીગલ મેટર ડિરેક્ટર તરીકે સુશ્રી અંજુ મુલતાની સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:57 pm IST)