Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

વિશ્વની ૫૦ અગ્રણી કંપનીઓમાં ભારતની ઇન્ફોસિસ ત્રીજા ક્રમેઃ ફોર્બ્સ મેગેઝીનએ બહાર પાડેલી ૫૦ કંપનીઓની યાદીમાં ભારતની ૧૮

વોશીંગ્ટનઃ ફોર્બ્સ મેગેઝીનએ જાહેર કરેલી ૨૦૧૯ની સાલની વિશ્વની અગ્રણી પચાસ કંપનીઓમાં ભારતની ૧૮ કંપનીઓએ સ્થાન મેળવ્યું છે. જેમાં ઇન્ફોસિસ ત્રીજા ક્રમે છે. પ્રથમ ક્રમે વીજા તથા બીજા ક્રમે ઇટાલીની કાર કંપની ફેરારીએ સ્થાન મેળવ્યું છે.

અન્ય ભારતીય કંપનીઓમાં ઇન્ફોસિસ ઉપરાંત, ટાટા કન્સલ્ટન્સી, સર્વિસીઝ (TCS)HDFC સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે. જે પૈકી TCS બાવીસમા ક્રમે તથા ટાટા મોટર્સ ૩૧મા ક્રમે સ્થાન ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૮ની સાલમાં ઇન્ફોસિસ ૩૧મા ક્રમે હતી તેણે હવે ત્રીજું સ્થઆન હાંસલ કરી લીધું છે.

(9:24 pm IST)
  • અત્યાધુનિક સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા ૨ ઓકટોબરે રાજકોટ આવી રહેલા નરેન્દ્રભાઇ : રાજકોટઃ આગામી રજી ઓકટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી રાજકોટ સિવિલ હોસ્પિટલનુ લોકાર્પણ કરશે તથા એઈમ્સનું ખાતમુહૂર્ત અને કબા ગાંધીના ડેલાની મુલાકાત લેશે તેમ જાણવા મળે છે access_time 1:13 pm IST

  • શેરબજારમાં ભારે ઉતાર-ચડાવઃ સેન્સેકસ માઇનસમાંથી પ્લસમાં: રિલાયન્સ ઇન્ફોસીસ ઉછળ્યાઃ સેન્સેકસ ૬૦ અપ અને નીફટી ૧૧૫૯૪ ઉપર access_time 3:45 pm IST

  • રાજકોટમાં વાતાવરણમાં પલ્ટો વાદળો છવાયાઃ વરસાદ ચાલુ : રાજકોટમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહયો છે. છવાયેલા વાદળો વચ્ચે વરસાદ વરસી ચાલુ થયો છે. વાદળો ઘેરાયા છે. હવામાન ખાતાએ જણાવ્યું છે કે કોઇ ભારે વરસાદની શકયતા નથી. હળવા ભારે વરસાદ ચાલુ રહેશે access_time 3:45 pm IST