Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

અમેરિકાના ૨૦૨૦ની સાલના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનના ચૂંટણી કમ્પેનમાં ભારતીયને મહત્વનું સ્થાનઃ પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના આસીસ્ટન્ટ રહી ચૂકેલા ઇન્ડિયન અમેરિકન એટર્ની શ્રી મજુ વર્ગીસની સિનીઅર એડવાઇઝર તથા COO તરીકે નિમણુંક

 

વોશીંગ્ટનઃ અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના આસીસ્ટન્ટ રહી ચૂકેલા ઇન્ડિયન અમેરિકન એટર્ની શ્રી મજુ વર્ગીસને ૨૦૨૦ની સાલના અમેરિકાના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર તથા પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ જોબિડને તેમના ચૂંટણી કમ્પેનમાં શામેલ કર્યા છે.

તથા તેઓને સિનીઅર એડવાઇઝર અને ચિફ ઓપરેટીંગ ઓફિસર તરીકે જવાબદારી સોંપી છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૨૦ની સાલના અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવારોમાં જો બિડન સૌથી વધુ પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે છે.

(9:22 pm IST)
  • નવરાત્રીની તૈયારીઓઃ ચણીયાચોળીની ખરીદી માટે બજારમાં ચહેલ-પહેલ : નવલા નોરતાની રવિવારથી શરૂઆત થઇ રહી છે ત્યારે ખેલૈયાઓએ તૈયારી આદરી છે. પારંપરીક ડ્રેસ, ચણીયાચોળીની ખરીદી માટે બજારોમાં ચહેલ-પહેલ શરૂ થઇ ગઇ છે. access_time 1:12 pm IST

  • ઉતકલ એક્સપ્રેસમાં બોમ્બની અફવાથી ખળભળાટ : ડોગ સ્ક્વોડ અને બૉમ્બ સ્ક્વોડ દ્વારા બે કલાક સુધી ટ્રેનમાં સઘન ચેકીંગ : આખી ટ્રેનને ખાલી કરાવાઈ : યાત્રીઓમાં ભયનો માહોલ access_time 1:03 am IST

  • ૩ લાખ જેટલા ઘરોમાં વીજળી પહોંચાડવા માટે ૧૪૭ મિલીઅન ડોલરના ખર્ચે કેન્યા સરકાર સોલાર પ્લાન્ટસ સ્થાપશે access_time 8:53 pm IST