Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ગુરૃ નાનકદેવની ૪૮૦મી પૂણ્યતિથિ નિમિતે કરતારપૂરમાં શીખ શ્રધ્ધાળુઓ પહોંચ્યાઃ ત્રિદિવસિય શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં ભાગ લીધોઃ નવેમ્બર માસમાં ૫૫૦મી જન્મ જયંતિ ઉજવાશે

ઇસ્લામાબાદઃ ગુરૃ નાનકદેવની ૪૮૦ની પૂણ્યતિથિ નિમિતે પાકિસ્તાનના કરતારપૂરમાં આવેલા દરબાર સાહેબ ખાતે કેનેડા તથા યુરોપિયન દેશોમાંથી ૧૪૫ જેટલા શીખ શ્રધ્ધાળુઓ આવ્યા હતા. ઉપરાંત જુદા જુદા દેશોના શીખ શ્રધ્ધાળુઓએ ત્રિદિવસિય કાર્યક્રમ અંતર્ગત ગુરૃ નાનકદેવને શ્રધ્ધાંજલી આપી હતી. જે શ્રધ્ધાંજલી કાર્યક્રમ રવિવારે સંપન્ન થયો હતો.

આગામી નવેમ્બર માસમાં ગુરૃ નાનકદેવની ૫૫૦મી જન્મ જયંતિ નિમિતે વિશ્વ ભરમાંથી શીખ શ્રધ્ધાળુઓ ઉમટી પડશે. તથા પાકિસ્તાનના કરતારપૂર મુકામે પહોંચવા માટે ભારતના ગુરદાસપૂર જીલ્લામાં આવેલા ડેરા બાબ નાનક અને કરતારપૂરને જોડતો કોરિડોર ૭નવેં.૨૦૧૯ થી ખુલ્લો મુકી દેવાશે. જેનું કામ પૂણ૪તાના ચાર છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:53 pm IST)