Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

કેનેડામાં યોજાનારી પાર્લામેન્ટની ચૂંટણીમાં ગુજરાતના વતની શ્રી જીગર પટેલ મેદાનમાં : ન્યુ ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા શ્રી પટેલ જીતશે તો કેનેડાના સૌપ્રથમ ગુજરાતી સાંસદ તરીકેનો વિક્રમ સર્જાશે

કેનેડા : કેનેડામાં 21 ઓક્ટોબરના રોજ યોજાનારા ફેડરલ ઇલેક્શનમાં ગુજરાતી ઉમેદવાર શ્રી જીગર પટેલ ન્યુ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.જો તેઓ જીતશે તો કેનેડાની સંસદમાં જનાર સૌપ્રથમ ગુજરાતી તરીકેનો વિક્રમ તેમના નામે નોંધાશે 

શ્રી જીગર પટેલનુ મૂળ વતન દસક્રોઇ તાલુકાનુ કુજાડ ગામ છે. તેમના પિતાશ્રી  રીલાન્સ મિલમાં ઇલેક્ટ્રિશિયન હતા. જીગર પટેલ ગુજરાતમાં જ મિકેનિકલ એન્જિનિયર થયેલા છે. તેમણે ગુજરાતમાં પણ વિદ્યાર્થીકાળ દરમિયાન એનએસયુઆઈમાં સક્રિય ભાગ લીધો હતો

20 વર્ષ પહેલા કેનેડામાં સ્થાયી થયેલા શ્રી પટેલ બિઝનેસમેન અને સમાજસેવક તરીકે નામના ધરાવે છે. તેમના ફેમિલીમાં પત્ની નિશા અને પુત્રી શિખા તેમજ ભાઈ ઉમંગ અને બહેન રૂપલ છે. કેનેડામાં અલગ અલગ સંગઠનો સાથે સંકળયેલા અને લોકસેવામાં તત્પર જીગર પટેલ ન્યૂઝ ચેનલોના ઈન્ટરવ્યુ, રેડિયો ઇન્ટરવ્યુ, સોશિયલ મીડિયા, મતદારોને પ્રત્યક્ષ મળીને પ્રચારના અલગ અલગ માધ્યમ દ્વારા ગુજરાતીઓ ભારતીયો અને એનડીપીના કાર્યકરોને સાથે રાખી ઝંઝાવતી પ્રચાર કરીને મતદારોના દિલ જીતી રહ્યા છે. જીગર પટેલ હિન્દુ હોવાનું ગૌરવ લે છે અને સાથે સાથે વડાપ્રધાન મોદીની જેમ ઋષી મુનિઓના મંત્ર આપવાનુ ભૂલતા નથી. જીગર પટેલ લોકોને અપીલ કરતાં કહે છે, ‘’હું માનું છું કે વિવિધતામાં એકતાએ આપણી તાકાત છે. અને હું એની પણ ખાત્રી રાખીશ કે કેનેડા મલ્ટી-કલ્ચરલની ભાવના અપનાવી બ્રિજ બને નહીં કે દીવાલ. એક હિન્દુ તરીકે હું ‘વસુધૈવ કુટુંકમ’ એટલે કે ‘વિશ્વ એક ફેમિલી છે’ની ભાવના ધરાવું છું

(12:40 pm IST)