Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

રામ રાખે તેને કોણ ચાખે? : કાર ઉપર પ્લેન ક્રેશ થવા છતાં ઇન્ડિયન અમેરિકન પિતા પુત્ર હેમખેમ : અમેરિકાના ટેક્સાસની ઘટના

ટેક્સાસ : અમેરિકાના ટેક્સાસમાં બુધવારે ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીનું નાનું પ્લેન અચાનક તકનીકી ખામીને કારણે ક્રેશ થયું હતું જે રોડ ઉપર જઇ રહેલી એક કાર ઉપર પડવાથી આ કારણે નુકશાન થયું હતું.પરંતુ અંદર બેઠેલા ભારતના કેરળના વતની પિતા પુત્રનો હેમખેમ બચાવ થયો હતો.

આ ટેસ્લા કાર મૂળ કેરળના ઇન્ડિયન-અમેરિકન ઓનિલ કુરૂપની હતી. આ ઘટનામાં કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ છે. જો કે, દુર્ઘટનામાં પિતા અને પુત્ર બંને સુરક્ષિત બચી ગયા છે. ઘટના બાદ આ તસવીરોને ઓનિલ કુરૂપે પોતાના ફેસબુક પર શૅર કરતા લખ્યું, ભગવાન અને આ કારે અમને બચાવી લીધા છે. સાથે તેનો પુત્ર આરવ પણ હતો. આનું  નામ રામ રાખે તેને કોણ ચાખે.

(11:35 am IST)