Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

અમેરિકામાં નવે.માસમાં યોજાનારી જનરલ ચૂંટણીઓમાં કેન્ટુકી હાઉસ રીપ્રેઝન્ટેટિવ તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નીમા કુલકર્ણી માટે ચૂંટાઈ આવવાના ઉજ્જવળ સંજોગો

 

કેન્ટુકી :અમેરિકામાં કેન્ટુકીના 40 માં હાઉસ ડિસ્ટ્રિક્ટમાં યોજાઈ ગયેલી પ્રાઈમરી ચૂંટણીમાં વિજેતા બનેલા ડેમોક્રેટ  ઇન્ડિયન અમેરિકન એટર્ની મહિલા સુ શ્રી નીમા કુલકર્ણી માટે નવેમ્બર માસમાં યોજાનારી જનરલ ચૂંટણીમાં વિજયી બનવાના ઉજ્જવળ સંજોગો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.પ્રાઈમરી ચૂંટણીમાં તેઓ વર્તમાન  હાઉસ રીપ્રેઝન્ટેટિવ  ડેમોક્રેટ ડેનિસ હોર્લેન્ડર સહિત 3  ઉમેદવારોને હરાવી વિજેતા બન્યા છે. હવે નવેમ્બર માસમાં તેઓ રિપબ્લિકન ઉમેદવાર. જોશુઆ ન્યુબર્ટનો મુકાબલો કરશે.

 સુ શ્રી નીમા ને ઇન્ડિયન અમેરિકન ઈમ્પૅક્ટ ફંડ સહીત જુદા જુદા ઓર્ગેનાઈઝેશનનું સમર્થન છે.તેઓ નોનપ્રોફિટ ન્યુ અમેરિકન ઇનિશિએટિવના ફાઉન્ડર છે.જેના માધ્યમથી તેઓ ઈમિગ્રન્ટ્સને લગતા પ્રશ્નો હલ કરે છે.

(8:59 pm IST)