Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

યુ.એસ.ના સ્‍કેનટન શહેરમાં શ્રી સ્‍વામિનારાયણ મંદિરનો પાટોત્‍સવ યોજાયોઃ હરિકથા સ્‍મૃતિ પારાયણનું આયોજન કરાયું: વડતાલ ગાદીના ભાવિ આચાર્ય પૂ.૧૦૮ શ્રી નૃગેન્‍દ્ર પ્રસાદજી મહારાજએ આશિર્વચનનો લાભ આપ્‍યો

વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય .પૂ..ધુ.1008 શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞા સહ આશીર્વાદથી પેન્સિલવેનિયાના  સ્ક્રેનટન શહેરની શાન સમાન અને ધાર્મિક સાથે સામાજિક પ્રવૃત્તિ કરતુ શ્રી સ્વામિનારાયણ મંદિર (શ્રી સ્વામિનારાયણ આજ્ઞા ઉપાસના સત્સંગ મંડળ)નો પાંચમોં વાર્ષિક પાટોત્સવ ઉજાવ્યો હતો જે અંતર્ગત હરિસ્મૃતિ  કથા પારાયણનું આયોજન કરાયું હતું જેના વકતાપદે સરધારના પૂર્ણસ્વરૂપદાસજી  સ્વામી બિરાજી સંગીતના કલરવ સાથે કથાનું પાંચ દિવસ સુધી શ્રાવણ કરાવ્યું હતું અને સાથે સાથે સોનામાં સુગંધ ભલે તેવી રીતે વડતાલ ગાદીના ભાવિ આચાર્ય .પૂ. 108 શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ પધારી દર્શન અને આશીર્વચનનો દિવ્ય લાભ આપ્યો હતો...

અત્રે ઉલ્લેખનીય છે કે વિસ્તારમાં રહેતા હિન્દુઓની આસ્થાનું પ્રતીક   મંદિરમાં ભારતીયો પોતાની સંસ્કૃતિને ના ભૂલે તે માટે ઉત્સવો ઉપરાંતદર રવિવારે સત્સંગ સભા રાખવામાં આવે છે જેમાં 1000થી વધારે સત્સંગી-ભારતીયો જોડાય છે અને દરેક સભાને અંતે વિનામૂલ્યે મહાપ્રસાદનું આયોજન થાય છે 

ઉત્સવ દરમ્યાન દેવોનો અભિષેક રાસ ઉત્સવ  અન્નકૂટ જેવા ઉત્સવનું પણ આયોજન કરાયુ હતું. પૂ. સ્વામીની રસાળ શૈલીની કથાથી ભાવિકો કથા સાંભળતા નાચી ઉઠતા અને કથાનો આનંદ લીધો હતો તેવું શ્રી પિયુષ બોઘાણીની યાદી જણાવે છે.

 

(9:24 pm IST)