Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

''ઇન્ડિયા ડે પરેડ ૨૦૧૯'': અમેરિકાના ન્યુયોર્કમાં ૧૮ ઓગસ્ટ રવિવારે યોજાનારી ભવ્યાતિભવ્ય પરેડમાં સૌપ્રથમવાર VHPAનો ફલોટઃ સમર્થકોને જોડાવા પાઠવાયેલું આમંત્રણ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ અમેરિકામાં ૧૮ ઓગ.૨૦૧૯ રવિવારના રોજ મેડીસન તથા ૩૮મી સ્ટ્રીટ ન્યુયોર્ક મુકામે યોજાનારી 'ઇન્ડિયા ડે પરેડ'માં ચા વર્ષે પ્રથમવાર વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકા CNNJ ચેપ્ટરએ ફલોટ રાખવાનું નક્કી કર્યુ છે જેમાં જોડાવા સહુને આમંત્રણ પાઠવ્યું છે.

મેડિસન એવ તથા ૩૮મી સ્ટ્રીટ, મેનહટન ન્યુયોર્ક મુકામે બપોરે ૧૨ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા દરમિયાન યોજાનારી આ પરેડ શરૂ થવાના અર્ધા કલાક પહેલા હાજર થઇ જવા સમર્થકોને વિનંતી કરી છે.

ફ્રી ઇવેન્ટ હોવા છતાં રજીસ્ટ્રેશન જરૂરી હોવાથી www.vhpanj.org  દ્વારા રજીસ્ટ્રેશન કરાવી લેવા જણાવ્યું છે. VHPAને અપાતું ડોનેશન ટેકસમાંથી બાદ મળતું હોવાથી પરેડમાં જોડાઇ ન શકનાર સમર્થકો ડોનેશન આપવાનો લાભ લઇ શકે છે. તેવું વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકા CNNJ ચેપ્ટરની યાદી જણાવે છે.

(9:04 pm IST)