Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

યુ.એસ.માં યુનાઇટેડ રૂદ્દ ફાઉન્ડેશનના ઉપક્રમે ન્યુજર્સીમાં યોજાયો વેવિશાળ પરિચય મેળો (મેટ્રીમોનીઅલ)''રિસ્તા'': ૧૫૦ ઉપરાંત ઉમેદવારોએ ભાગ લીધોઃ ઉમેદવારોની ડીરેકટરીનું લોંચીંગ કરાયું: TvAsia ceo પદમશ્રી શ્રી એચ.આર.શાહ, શ્રી રાજ પંડ્યા, શ્રીમતિ દિપ્તીબેન જાની, સહિતના મહાનુભાવોએ હાજરી આપી

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં યુનાઇટેડ રૂદ્દ ફાઉન્ડેશનના ઉપક્રમે સમરસેટ ન્યુજર્સી મુકામે ૧૨ તથા ૧૩ જુલાઇના રોજ મેટ્રીમોનીઅલ (વેવિશાળ માટેનો પરિચય મેળો) યોજાઇ ગયો. જેમાં વિશ્વભરના ૧૫૦ જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો.

મેટ્રીમોનીઅલનું ઉદઘાટન TvAsiaના ceo પદમશ્રી શ્રી એચ.આર.શાહએ દીપ પ્રાગટય દ્વારા કર્યુ હતું. તથા ઉમેદવારોની ડીરેકટરીનું લોંચીંગ લાર્સન એન્ડ ટુબ્રોના એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડન્ટ શ્રી રાજ પંડ્યાએ કર્યુ હતું.

કાર્યક્રમને સફળતા પૂર્વક સંપન્ન કરાવવા માટે યુનાઇટેડ યુવા ફાઉન્ડેશનની યુવા ટીમના શ્રી હર્ષ વ્યાસના નેતૃત્વ હેઠળ શ્રી ધ્રુવ ભટ્ટ, શ્રી પાર્થ વ્યાસ, શ્રીમતિ મિલી વ્યાસ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. જેને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો હતો.

આ તકે શ્રીમતિ દિપ્તીબેન જાની, શ્રી મુકુંદ તથા સુશ્રી રમાબેન ઠાકર, શ્રી રાજ તથા સુશ્રી શિલ્પાબેન પંડ્યા, શ્રી નીતિન તથા સુશ્રી નિનાબેન વ્યાસ, શ્રી પ્રદિપ તથા સુશ્રી નંદિનીબેન કોઠારી, તથા શ્રી અશોક ભટ્ટ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.

સુંદર આયોજન બદલ યુનાઇટેડ રૂદ્દ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી કૌશિક વ્યાસ, વાઇસ પ્રેસિડન્ટ શ્રીમતિ લીનાબેન ભટ્ટ ટ્રેઝરર શ્રીમતિ જયશ્રીબેન વ્યાસ તેમજ કમિટી મેમ્બર્સને સહુએ અભિનંદન પાઠવ્યા હતા તેવું શ્રીમતિ લીનાબેન ભટ્ટના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(8:49 pm IST)