Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

યુ.એસ.ના ન્યુજર્સીમાં ૨૯ જુલાઇના રોજ ''મેરા ઇન્ડિયા ન્યુ ઇન્ડિયા ૨૦૧૯'' માટેનો કર્ટન રેઇઝર પ્રોગ્રામ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં ફ્રેન્ડસ ઓફ ગુજરાતના ઉપક્રમે આગામી ૨૯ જુલાઇ ૨૦૧૯ સોમવારના  રોજ ''મેરા ઇન્ડિયના ન્યુ ઇન્ડિયા ૨૦૧૯'' કર્ટન રેઇઝર પ્રોગ્રામ યોજાશે. ત્રિદિવસિય મેગા ઇવેન્ટ માટે રોયલ આલ્બર્ટ પેલેસ, ૧૦૫૦, કીંગ જયોર્જસ પોસ્ટ રોડ, ન્યુજર્સી મુકામે યોજાનારા આ કર્ટન રેઇઝર પ્રોગ્રામનો સમય સાંજે ૬.૩૦ થી રાત્રિના ૯.૩૦ સુધીનો રહેશે. જેમાં હાજરી આપવા સહુને સપરિવાર આમંત્રિત કરાયા છે. રજીસ્ટ્રેશન માટે info@Friendsofgujarat.org દ્વારા સંપર્ક સાધવા ટીમ યુ.એસ.એ. વતી શ્રી કિરીટ પટેલની યાદીમાં જણાવાયું છે.

(8:48 pm IST)