Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

ડોનાલ્ડ ટ્રમ્પના વિઝા ઉપર બાનના તઘલખી નિર્ણયથી અનેક ભારતીય પરિવારો વિખુટા પડ્યા

ન્યુદિલ્હી : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ 2020 ની સાલના અંત સુધી વિઝા ઉપર પ્રતિબંધ મુકતા અનેક ભારતીય પરિવારોને વિખુટા પડવાની નોબત આવી છે.જે મુજબ એચ-1બી વિઝા ધરાવતા ભારતીયના જીવનસાથી કે જેઓ એચ-4 વિઝા ધરાવતા હોય છે. તેમના માટે 24 જૂન સુધીમાં પાસપોર્ટ ઉપર યુ.એસ.એમ્બસીનો સ્ટેમ્પ લગાવવો જરૂરી છે.પરંતુ કોઈપણ કારણથી ભારત આવેલા અને કોવિદ -19 ના કારણે 24 જૂન સુધીમાં  યુ.એસ.એમ્બસીમાં જઈ નહીં શકનારા લોકો માટે અમેરિકા પરત જવાનું આ સાલના અંત સુધી નામુમકીન બન્યું છે.
આથી વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા અને માર્ચ માસ પહેલા વતન ભારતમાં આવેલા એચ-4 વિઝાધારકો કોવિદ -19 ના કારણે અમેરિકાની કોન્સ્યુલેટ ઓફિસ કાર્યરત નહીં હોવાથી તેમના જીવનસાથી તથા બાળકોથી વિખુટા પડી ગયા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:20 pm IST)