Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

અમેરીકામાં રાવલ દંપતિને પદવી એનાયત

સુરમંદિરના પ્રમુખ ઘનશ્યામ રાવલના પુત્ર-પુત્રવધુને : ડો. ગીરીન્દ્ર અને ડો.પ્રિયંકાને કેન્સર અને લોહીના રોગોના નિષ્ણાંત તરીકેની ડિગ્રી

રાજકોટઃ સુરમંદિર રાજકોટના જાણીતા ગાયક કલાકાર શ્રી ઘનશ્યામ રાવલના પુત્ર ડો. ગીરીન્દ્ર રાવલ હાલમાં અમેરીકામાં ડોકટર છે તેમણે તાજેતરમાં જ જયોર્જીયા સ્ટેટમાં મેડીકલ ક્ષેત્રમાં ડી.એમ. (ડિમેટોલોજી તથા ઓન્કોલોજી) કેન્સર તથા લોહીના રોગોના નિષ્ણાંત (સુપર સ્પેશ્યાલીસ્ટ) તરીકેની ડિગ્રી પદવીદાન સમારંભમાં મેળવેલ છે અને રાવલ પરીવાર તેમજ રાજકોટ (ગુજરાત)નું નામ રોશન કરેલ છે. અમેરીકામાં જ ડો. ગીરીન્દ્ર રાવલના પત્નિ ડો. પ્રિયંકા રાવલ પણ ડી.એમ. (હિમેટોલોજી-ઓન્કોલોજી) ની પદવી ધરાવે છે. આમ રાવલ પરિવારના પુત્ર તથા  પુત્રવધુ બંનેની સફળ મેડીકલ કારકીર્દી માટે રાજકોટના સુર મંદિર ગ્રુપના સંગીતરસીકો, મીત્રો, સગા સંબધીઓ દ્વારા શુભેચ્છાઓ મળી રહી છે. શ્રી ઘનશ્યામ રાવલ મો.૯૮૯૮૦ ૪૪૫૧૧.

(3:33 pm IST)