Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

રશિયામાં યોજાયેલી ' વિક્ટરી ડે પરેડ ' માં ભારતીય સેનાનો દબદબો : રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ જોડાયા

મોસ્કો : બીજા વિશ્વયુદ્ધમાં સોવિયેત સંઘના વિજયના 75 વર્ષની ઉજવણી નિમિતે યોજાયેલ ' વિક્ટરી ડે પરેડ ' માં ખાસ આમંત્રણથી ભારતીય સૈન્યના સૈનિકો જોડાયા હતા.તેમની સાથે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહને પણ મળેલા ખાસ  આમંત્રણ સાથે તેઓ પણ જોડાયા હતા.

આ પરેડમાં ભારતીય સૈન્યએ દબદબાભેર ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે રશિયાને ભારત તથા ચીન બંને દેશો સાથે સારા સબંધો હોવાથી બંને દેશને પરેડમાં ભાગ લેવા આમંત્રિત કર્યા હતા.

(1:28 pm IST)