Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

યુ.એસ.ના ન્યૂજર્સીમાં ઇસ્ટ બ્રન્સવિક ખાતે આવેલા સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી ભારતીય પરિવારના 3 લોકોના કરૂણ મોત : 62 વર્ષીય ભરતભાઈ પટેલ,તેમના પુત્રવધુ 33 વર્ષીય નિશાબેન પટેલ,તથા 8 વર્ષીય દીકરીના મોતથી સમાજ સ્તબ્ધ

યુ.એસ.ના ઇસ્ટ બ્રન્સવિકમાં આવેલા ક્લિયરવ્યુ રોડ , બેકયાર્ડ સ્વિમિંગ પુલમાં સોમવારે ડૂબી ગયેલા 3 લોકોમાં  ભારતીય મૂળના 62 વર્ષીય ભરત પટેલ ,તેમના પુત્રવધુ 33 વર્ષીય નિશા પટેલ ,તથા તેમની પુત્રી 8 વર્ષીય ( નામ જાહેર થયું નથી ) મૃત્ય પામ્યા હોવાનું મિડલસેક્સ કાઉન્ટી એક્ટિંગ પ્રોસિક્યુટર તથા ઇસ્ટ બ્રન્સવિક પોલીસ ચીફે જાહેર કર્યું છે.ત્રણે મૃતકો ક્લિયરવ્યુ રોડ ખાતેના ઘરમાં નિવાસ કરતા હતા.

મિડલસેક્સ કાઉન્ટી રિજિયોનલ મેડિકલ એક્ઝામિનર ઓફિસે ત્રણેના મોતને અકસ્માત તરીકે ગણાવ્યો છે.પડોશીઓના કહેવા મુજબ પરિવાર હજુ થોડા સમય પહેલા જ રહેવા આવ્યો હતો.આ પુલમાં આ અગાઉ પણ ડૂબી જવાથી અકસ્માતે મોત થયેલા છે.

મિડલસેક્સ મેયરે પરિવારના મોત બદલ દુઃખ વ્યક્ત કર્યું છે.મૃત્યુના કારણ અંગે તપાસ ચાલુ છે.કોઈને કઈ માહિતી હોય તો ઇસ્ટ બ્રન્સવિક ડિટેક્ટિવને જાણ કરવા વિનંતી કરાઈ છે.

(12:52 pm IST)