Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

સ્વામી માધવપ્રિયદાસજીની ઉપસ્થિતિમાં યોજાઈઃ કેલગરી-કેનેડા ખાતે સત્સંગ સભા

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી કેલગરી-કેનેડા ખાતે પધારતા સ્થાનીક ભક્તજનો શ્રી જેન્તીભાઈ પટેલ, બિપીનભાઈ પરમાર, કિરીટભાઈ પટેલ, અલ્કેશભાઈ, યોગેશભાઈ, મિહીરભાઈ, રસેશભાઈ વગેરેએ પૂજ્ય સ્વામીજીનુ  ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે અહીં સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી કથાવાર્તાનો લાભ લીધો હતો.

આ પ્રસંગે સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, જગતના કેટલાંક ધર્મો માત્ર પોતાના અનુયાયીઓની જ સેવા કરવાનું સીખવે છે, કેટલાંક ધર્મો માત્ર માનવ સેવાની જ વાત કરે છે. જ્યારે ભારતના મહાન ઋષિઓએ પ્રાણીમાત્રની સેવા કરવાનો મંગલ સંદેશ આપ્યો છે. એટલે જ આપણે ત્યાં ન માત્ર માનવ, પરંતુ પ્રાણીમાત્રની સેવા થાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ સેવાયોગને જ મુક્તિ કહે છે. આવી સેવાથી જ આપણા દિલમાં સતોષ અને સાચો આનંદ થાય છે. ગુરુકુલની વિવિધ સેવાપ્રવૃત્તિઓ ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ મંગલ આદેશને અનુસરીને થઈ રહી છે.

સ્વામીશ્રીની આ વાત સાંભળીને સૌ આનંદિત થયા હતા તથા ગુરુકુલની વર્તમાન સેવાપ્રવૃત્તિઓ જાણીને સૌને વિશેષ આનંદ થયો હતો.

(1:04 pm IST)
  • ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની તમામ જીલ્લા કમીટીઓનું વિસર્જન : કોંગ્રેસને બેઠી કરવા પ્રયાસ : ઉતર પ્રદેશમાં કોંગ્રેસની તમામ જીલ્લા કમીટીઓને વિખેરી નાંખી : આગામી પેટા ચૂંટણીના અનુસંધાને બે-બે કમીટી મેમ્બરને જવાબદારી સોપાઇ access_time 4:09 pm IST

  • રાજયમાં અનેક જિલ્લામાં મેઘસવારીઃ રવલ્લી,દાહોદ અને કચ્છ જિલ્લામાં વરસાદ અરવલ્લીના મોડાસા, ડુગરપાડા અન અમલાઇમાં ભારે વરસાદઃ દાહોદ, ઝાલોદ અને લિમડીમાં અને કચ્છના નખત્રાણામાં ગાજવીજ સાથે વરસાદ access_time 5:45 pm IST

  • ઇન્ડોનેશીયામાં ૭.પની તીવ્રતાનો ભૂકંપ : સુનામીની ચેતવણી નથી access_time 11:40 am IST