Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓ આગામી સપ્તાહમાં ભારત મુલાકાતે : H-1B વિઝામાં કાપ મુકાશે કે કેમ તે મુદ્દે સ્પષ્ટતાની રાહ

વોશિંગટન :  અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓ આગામી સપ્તાહમાં 25 થી 27 જૂન દરમિયાન ભારતની મુલાકાતે આવી રહ્યા છે.તે અંગે વિદેશ વિભાગના અધિકારીએ શુક્રવારે જણાવ્યું કે, પોમ્પિયો યાત્રા દરમિયાન H-1B વિઝા મામલે ભારતને મહત્તમ રાહત આપવાનો વિશ્વાસ અપાવશે.

 H-1B વિઝા ભારતીય આઇ ટી પ્રોફેશનલ્સમાં વધુ લોકપ્રિય છે.નોન-ટૂરિઝમ વિઝા છે, જે અમેરિકન કંપનીઓને ટેક્નોલોજીના નિષ્ણાત તરીકે વિદેશ કર્મચારીઓ રાખવાની મંજૂરી આપે છે. થોડા દિવસ પહેલાં એવું જાણવા મળ્યું હતું કે, અમેરિકા H-1B વિઝાની સંખ્યા સીમિત કરવાનું વિચારી રહી છે, જે વિદેશી કંપનીઓને સ્થાનિક સ્તર પર ડેટા સ્ટોર કરવા મજબૂર કરે છે.તેવા સંજોગોમાં પોમ્પીઓની ભારત મુલાકાત બાબતે પ્રકાશ પાડનારી બની રહેશે તેવી ધારણા છે. જોકે અમેરિકન અધિકારીના જણાવ્યા પ્રમાણે યાત્રાનું ફોકસ ભારતની સાથે વેપારને સુધારવા પર રહેશે.તેમનું ફોક્સ ઈરાન પર દબાણ વધારવાનું અને ભારત સાથે સહયોગ વધારવાનું છે. H-1B વિઝા મામલે ભારત-અમેરિકાના સંબંધો ખૂબ મહત્વના છે.

(11:25 am IST)