Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

અમેરિકાના એડિસન ન્યૂજર્સીમાં યોજાયેલી કાઉન્સિલ ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ શ્રી અજય પાટીલ વિજેતા : સતત બીજી ટર્મમાં વિજય હાંસલ કર્યો

ન્યુજર્સી : અમેરિકાના એડિસન ન્યૂજર્સીમાં 4 જૂન 2019 ના રોજ યોજાયેલી કાઉન્સિલ ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ શ્રી અજય પાટીલ વિજેતા થયા છે. તેમણે સતત બીજી ટર્મમાં વિજય હાંસલ કર્યો છે. વિજેતા થયેલા 4 ઉમેદવારો પૈકી શ્રી પાટીલને 5473 મતો મળ્યા હતા.સૌથી વધુ મતે વિજેતા થયેલા ઉમેદવારોમાં તેઓ બીજા ક્રમે છે.તેમને ડેમોક્રેટિક પાર્ટીએ બીજી ટર્મ માટે સમર્થન ઘોષિત કર્યું હતું

(12:06 pm IST)