Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

પાકિસ્‍તાનના લાહોરમાં મહારાજા રણજીતસિંહની પૂણ્‍યતિથિ ઉજવવા ૩૦૦ શીખ શ્રધ્‍ધાળુઓ રવાનાઃ ભારત ખાતેના પાકિસ્‍તાનના રાજદૂતાવાસ દ્વારા ૩૦ જુન સુધીના વીઝા મંજુર

ન્‍યુદિલ્‍હીઃ પાકિસ્‍તાનના લાહોર મુકામે મહારાજા રણજીતસિંહની પૂણ્‍યતિથી મનાવવા માટે ભારતના ૩૦૦ શીખ શ્રધ્‍ધાળુઓને વીઝા અપાયા છે

ભારત ખાતેની પાકિસ્‍તાનની કોન્‍સ્‍યુલેટ કચેરી દ્વારા જણાવાયા મુજબ પાકિસ્‍તાન રેલ્‍વેની એક સ્‍પ્રેશ્‍યલ ટ્રેન ૨૧ જુનના રોજ અટારીથી પાકિસ્‍તાન જવા રવાના થઇ છે. જેમાં જોડાયેલા શીખ શ્રધ્‍ધાળુઓ ૩૦ જુન સુધી પાકિસ્‍તાનમાં રોકાઇ શકશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ થોડા દિવસ પહેલા ગુરૂ અર્જુનદેવની પૂણ્‍યતિથિ મનાવવા ગયેલા શીખ શ્રધ્‍ધાળુઓ ૧૭ જુનના રોજ પાકિસ્‍તાનથી પરત આવી ગયા છે.

(9:36 pm IST)
  • પાકિસ્તાનમાં એનએ-182 મુજ્જફરગઢ અને પીપી-270 બેઠક પરથી અપક્ષ ઉમેદવાર મોહમ્મદ હુસૈન શેખે 403 અબજની સંપત્તિ જાહેર કરી છે. પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન હિના રબ્બાની ખાર તથા રાષ્ટ્રીય ધારાસભાના પૂર્વ સભ્ય જમશેદ દસ્તી પણ આ બેઠક પરથી ઉમેદવાર છે. મોહમ્મદ હુસૈન શેખની સંપત્તિ ભારતના સૌથી ધનવાન સાંસદની સંપત્તિ કરતાં પાંચ ગણી વધારે છે. access_time 12:19 am IST

  • UK-India Week 2018 - શિલ્પા શેટ્ટી - ગ્લોબલ ઈન્ડિયન આઈકન : યુકે અને ભારત વચ્ચે વિનિંગ પાર્ટનરશીપની ઉજવણી કરવા માટે બીજો વાર્ષિક યુકે-ઈન્ડિયા એવોર્ડ સમારંભ યોજાઈ ગયો. 2018 ઈવેન્ટમાં એવા વ્યક્તિઓ અને સંગઠનો કે જેમણે આ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યુ તેમની સ્વીકૃતિ અને ઉજવણી કરવામાં આવી. ગ્લોબલ ઈન્ડિયન આઈકન એવોર્ડ શિલ્પા શેટ્ટી કુંદ્રાને આપવામાં આવ્યો. access_time 12:53 am IST

  • ઉનાના ભેભા ગામના તળાવમાં નહાવા પડેલા ત્રણ યુવાનો ડુબ્યા : 1 નું મોત : 2 ને બચાવી લેવાયા : મૃતકની લાશ પીએમ માટે હોસ્પીટલમાં ખસેડાઇ access_time 12:58 am IST