Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

યુ.એસ.ના પ્યુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પસંદ કરાયેલા ૨૨ સ્કોલર્સમાં 2 ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર : મેટાસ્ટેટિક કેન્સર, ઇન્ફેકશન ડીસીઝ, તથા સાઇકિઆટ્રીક ડીસ્ઓર્ડર ક્ષેત્રે સંશોધન કરશે

કેલિફોર્નિયા : યુ.એસ.ના પ્યુ ચેરીટેબલ ટ્રસ્ટસએ ૨૦૧૮ ની સાલ માટે બાયો મેડિકલ સાયન્સ ક્ષેત્રે પસંદ કરેલા ૨૨ અરલી કેરિઅર રિસચર્સમાં ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર ડૉ.આશિષ માંગલિકએ સ્થાન મેળવ્યું છે.

બાયોલોજીકલ મિકેનિઝમ તથા હયુમન હેલ્થ એન્ડ ડીસીઝ ક્ષેત્રે સંશોધન આગળ વધારવા તેમને ૪ વર્ષ માટે ગ્રાન્ટ મળશે.

ડૉ.આશિષ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં સાન ફ્રાન્સિસ્કો ખાતેના ફાર્માસ્યુટીકલ કેમિસ્ટ્રી ડીપાર્ટમેન્ટમાં આસી. પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેમની સાથોસાથ પસંદ થયેલા અન્ય ઇન્ડિયન અમેરિકન શ્રી સાકેત નવલખા સાલક ઇન્સ્ટીટયુટ ઓફ બાયોલોજીકલ સ્ટડીઝ ઇન્ટીગ્રેટીવ લેબ માં આસી.પ્રોેફેસર તરીકે સેવા આપી રહ્યા છે.

પ્યુ ચેરીટેબલ દ્વારા ૨૦૧૮ ની સાલ માટે પસંદ કરાયેલા તમામ ૨૨ રિસચર્સ મેટાસ્ટેટિક કેન્સર, ઇન્ફેકશન ડીસીઝ, તથા સાઇકીઆટ્રીક ડીસ્ઓડર્સ વિષે સંશોધન કરશે.

(12:40 pm IST)