Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ભારતે ગેરકાયદે વીઝાધારકો અંગેના MOUમાં સહી કરવાનો ઇન્‍કાર કરતા સ્‍ટુડન્‍ટસ માટેની સરળ વીઝા પોલીસીમાંથી બાકાત રખાયુઃ બ્રિટનના ઇન્‍ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી લિયેમ ફોક્ષની સ્‍પષ્‍ટતા

લંડનઃ યુ.કે.સરકારે જુદા જુદા ૨૫ દેશોના સ્‍ટુડન્‍ટસ માટે બનાવેલી સરળ વીઝા પોલીસીમાંથી ભારતને બાકાત રાખ્‍યુ છે. જે માટેનું કારણ જણાવતા બ્રિટનના ઇન્‍ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી લિયેમ ફોક્ષએ ખુદ ભારત સરકારને જવાબદાર ગણાવી છે.

તેમણે જણાવ્‍યા મુજબ વીઝાની મુદત પૂરી થઇ ગયા પછી પણ રોકાઇ જતા ગેરકાયદે ભારતીય વીઝાધારકોને પરત મોકલવા અંગેના પ્‍બ્‍શ્‍માં સહી કરવાનો ભારત સરકારે ઇન્‍કાર કરતા આ દેશના સ્‍ટુડન્‍ટસ માટે જુની વીઝા પોલીસી ચાલુ રાખવામાં આવી છે.

(10:59 pm IST)