Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ઇન્ડિયન અમેરિકન સાઇકોલોજી પ્રોફેસર શ્રી સુનિલ ભાટીયાને કનેકટીકટ કોલેજનો રિસર્ચ એવોર્ડ

કનેકટીકટ : યુ.એસ.ની કનેકટીકટ કોલેજના સાઇકોલોજી પ્રોફેસર ઇન્ડિયન અમેરિકન શિક્ષણવિદ શ્રી સુનિલ ભાટિયાને કોલેજનો શ્રેષ્ઠ ગણાતો રિસર્ચ એવોર્ડ એનાયત કરાયો છે. જે નેન્સી બેટન નિરુબેટ રેશ ફેકલ્ટી રિસર્ચ એવોર્ડ તરીકે સુવિખ્યાત છે.

કોલેજ દ્વારા દર વર્ષ જુદા જુદા ૪ ક્ષેત્રે અપાતા એવોર્ડ પૈકી નેન્સ બેટન એવોર્ડ માટે તેમની પસંદગી થઇ છે. જે ૨ મે ૨૦૧૮ ના રોજ કોલેજ પ્રેસિડન્ટના હસ્તે એનાયત કરાયો હતો.

તેમણે ટ્રાન્સનેશનલ મિગ્રેશન, આઇડન્ટીટી એન્ડ કલ્ચર સાઇકોલોજી, સહિતના વિષયો ઉપર ૪૦ જેટલા આર્ટીકલ લખેલા છે. તેઓ નોનપ્રોફિટ ફે્ન્ડસ ઓફ શેલ્ટર એશોશિએટસના ફાઉન્ડર છે. ૨૦૧૫ ની સાલમાં તેમને ઇન્ટરનેશનલ હયુમેનીટીયર ઓફ ધ ઇયર એવોર્ડથી અમેરિકન સાઇકોલોજીક એશોશિએશન દ્વારા સન્માનિત કરાયા હતાં.

(1:06 pm IST)