Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

યુ.એસ.માં GOPIO કનેકટીકટ ચેપ્ટરના ઉપક્રમે યોજાઇ ગયેલ મીટીંગઃ સ્ટુડન્ટ એક્ષચેન્જ પ્રોગ્રામ, ગુરૂ નાનકદેવજીના પપ૦ માં જન્મ જયંતિ વર્ષની ઉજવણી, બીઝનેસ એક્ષ્પો સહિતના પ્રોજેકટસના આયોજનો કરાયાઃ ભારતના કોન્સ્યુલ તથા ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ, સ્ટેમ્ફર્ડ તથા નોર્વાક મેયર, શીખ ગુરૂદ્વારના પ્રતિનિધિઓ તથા કોમ્યુનીટી અગ્રણીઓની ઉપસ્થિતિ

કનેકટીકટઃ   યુ.એસ.માં ગ્લોબલ ઓર્ર્ગેનાઇઝેશન ઓફ પિપલ એાફ ઇન્ડિયન ઓરીજીન કનેકટીકટ  ચેપ્ટર ( GOPIO-CT)  ના  ઉપક્રમે ૩મે ર૦૧૯ ના રોજ સ્ટેમ્ફર્ડ તથા નોવાર્ક મુકામે મીટીંગનું આોજન કરાયું હતુ.

આ મીટીંગમાં ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સંદિપ ચક્રવર્તી, તથા ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ શ્રી શત્રુધ્ન સિંહા, સ્ટેમ્ફર્ડ તથા નોર્વાક મેયર, GOPIO-CT ચેપ્ટર પ્રેસિડન્ટ સુશ્રી અનિતા ભટ્ટ, પાસ્ટ પ્રેસિડન્ટ શ્રી શૈલેષ નાયક, તથા શ્રી શૈલી નિચાની, ટ્રેઝરર શ્રી બિરૂ શર્મા, કોમ્યુનીટી લીડર્સ રાજ મિશ્રા, તથા ડી અન્ના દુલીપ તેમજ નોર્વાક શીખ ગુરૂદ્વારના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

આ તકે સ્ટુડન્ટ એક્ષચેન્જ પ્રોગ્રામ  શીખોના ધર્મગુરૂ નાનકજીના પપ૦ માં જન્મ જયંતિ વર્ષની ઉજવણી તથા તે માટેના  સાંસ્કૃતિક કાર્યક્રમો, ઉદબોધનો, પબ્લીક લાઇબ્રેરી સહિતના પ્રોજેકટ માટે પરસ્પર સહકાર આપવાનું નકકી કરાયું હતુ. ઉપરાંત બિઝનેસ એક્ષ્પો ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ સહિતના  આયોજનો ગોઠવવા વિચારણા થઇ હતી. તેવુ UNN દ્વારા જાણવા મળે છે.

(8:36 pm IST)
  • જામનગરમાં તમામ ખાનગી ટયુશન ક્લાસિસ બંધ રાખવા આદેશ :સુરતની દુર્ઘટનાના રાજ્યભરમાં ઘેરા પડઘા : જામનગરમાં તમામ ખાનગી ટયુશન ક્લાસિસ બંધ રાખવા મનપા કમિશનરનો આદેશ: મનપામાં આવતીકાલે અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવાઇ: ફાયર સેફ્ટી અંગે સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ :આવતીકાલથી તમામ સંચાલકો વિરૂદ્ધ કરાશે કડક કાર્યવાહી access_time 10:10 pm IST

  • નરેન્દ્રભાઇના ઐતિહાસિક વિજય અંગે વિવિધ અખબારોએ આજે શું લખ્યું છે ? access_time 11:33 am IST

  • ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રા ઓડીશાની જગન્નાથપુરીની બેઠક ઉપર નવીન પટનાયકના બીજેડી પક્ષના પિનાકી મિશ્રા સામે ૧૧૦૦૦ મતથી હારી ગયા છે access_time 4:02 pm IST