Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

યુ.એસ.માં યોજાનારી નોર્થ કેરોલિના ટ્રેઝરરની ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન અર્થશાસ્ત્રી શ્રી રોની ચેટરજી ઉમેદવારી નોંધાવશે : હેલ્થકેર,સલામત નિવૃત્તિ,તથા પ્રજાજનોના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાના અનુભવનો લાભ આપવા આતુર

નોર્થ કેરોલિના : યુ.એસ.માં નોર્થ કેરોલિના ટ્રેઝરર તરીકે ચૂંટણી લડવા  ઇન્ડિયન અમેરિકન અર્થશાસ્ત્રી શ્રી રોની ચેટરજીએ ઈચ્છા વ્યક્ત કરી છે.2020ની સાલમાં યોજાનારી આ ચૂંટણીના ઉમેદવાર બનવા તેઓ ઉત્સુક હોવાનું 4 મે ના રોજ તેમણે ટવીટરના માધ્યમ દ્વારા જણાવ્યું છે.

ડ્યુક યુનિવર્સીટીના પ્રોફેસર શ્રી ચેટરજી હેલ્થકેર ક્ષેત્રે પોતાના અનુભવનો લાભ આપવા માંગે છે.તેમજ સલામત નિવૃત્તિ માટેની પોલિસીનો લાભ આપવા માંગતા હોવાનું જણાવે છે.તથા આ બંને ક્ષેત્રોમાં અબજો ડોલરનું રોકાણ કરતી પોલિસી બનાવવા માંગે છે.જે માટે તેમને અર્થશાસ્ત્રી તરીકેનો અનુભવ છે.તેઓ વંચિત નાગરિકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ કામગીરી કરવા આતુર હોવાનું જણાવે છે.

(8:06 pm IST)