Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

હાઈ રે કુદરત : પ્રવાસી વિઝા લઇ ઓમાન ગયેલા ભારતીય પરિવારના 4 સભ્યોના મૃત્યુ : 2 લાપત્તા : મસ્કતથી 200 કિલોમીટર દૂર આવેલા પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલી કારમાંથી નીકળી ન શક્યા

દુબઇ : પ્રવાસી વિઝા લઇ ઓમાન ગયેલા ભારતીય પરિવારના 4 સભ્યોના મૃત્યુ થયું છે.તથા હજુ 2 સભ્યો  લાપત્તા છે. જેઓ મસ્કતથી 200 કિલોમીટર દૂર આવેલા સ્થળે પીકનીક પર ગયા હતા ત્યાં મુશળધાર વરસાદમાં ફસાઈ  ગયેલી કારમાંથી નીકળી  શક્યા ન હતા.એકમાત્ર કારચાલક બહાર નીકળી શકયા હતા. જેઓ ઝાડ ઉપર ચડી જતા બચી ગયા હતા.પરંતુ તેમના માતાપિતા,પત્ની,તથા 3 બાળકો સહીત 6 લોકો લાપતા હતા.જે પૈકી 4 ના મૃતદેહ મળી આવ્યા છે.બાકીના 2 ની શોધખોળ ચાલુ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:24 pm IST)