Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

અમેરિકાના જર્સીસિટી ન્યૂજર્સીમાં ભાજપના વિજયનો જશ્ન : 23 મે ના રોજ OFBJP યુ.એસ.એ.,જર્સીસિટી ચેમ્બર ઓફ કોમર્સ ,તથા એશિયન મર્ચન્ટ એશોશિએશનના ઉપક્રમે " નમો અગેઇન 2019 " ની ઉજવણી

દિપ્તીબેન જાની દ્વારા, ન્યુજર્સી : અમેરિકાના જર્સીસિટી ન્યૂજર્સીમાં ભાજપના વિજયનો જશ્ન આજ  23 મે ના રોજ મનાવશે , જે અંતર્ગત  " નમો અગેઇન 2019 " ની ઉજવણી સાંજે 5 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા દરમિયાન કરાશે,  OFBJP યુ.એસ.એ.,જર્સીસિટી ચેમ્બર ઓફ કોમર્સ ,તથા એશિયન મર્ચન્ટ એશોશિએશનના ઉપક્રમે થનારી ઉનાવણીમાં શામેલ થવા સહુને જાહેર આમંત્રણ પાઠવાયું છે.

વિશેષ માહિતી માટે શ્રી અરવિંદ પટેલ,શ્રી ભાવેશ દવે,શ્રી બલી પટેલ,શ્રી રસિક પટેલ,શ્રી રાજુ પટેલ,શ્રી અજિત મોદી,શ્રી રાજુ રાડિયા,શ્રી રાજુ પટેલ (રાજભોગ),શ્રી યોગેશ તથા શ્રી લાલજી પટેલ,શ્રી ભાવેશ એસ.પટેલ (મુખી),શ્રી જશભાઈ પટેલ,શ્રી હિતેશ શાહ,શ્રી પરેશ પટેલ,શ્રી નીતિન ગુર્જર,સુશ્રી દિપ્તીબેન સુરેશભાઈ જાની ,શ્રી મિનેષ પટેલ,ડો.અરવિંદ શાહ,શ્રી સુભાષ કાપડિયા,શ્રી દીકુ મોદી (માયા),શ્રી હર્ષદભાઈ પટેલ,શ્રી સુભાષભાઈ પટેલ,શ્રી ક્રિષ્ના રેડ્ડી,અથવા શ્રી જયેશ પટેલનો સંપર્ક સાધવા જણાવાયું છે.

(12:20 pm IST)
  • રાજબબ્બરનું રાજીનામુ : યુપીમાં કોંગ્રેસનો ધબડકો થતાં પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપી દીધું છેઃતેમણે રાજીનામાનો પત્ર પક્ષના પ્રમુખ રાહુલ ગાંધીને મોકલી આપ્યો છેઃ તેમણે પરાજયની જવાબદારી સ્વીકારી લીધી છે. access_time 11:32 am IST

  • જામનગરમાં તમામ ખાનગી ટયુશન ક્લાસિસ બંધ રાખવા આદેશ :સુરતની દુર્ઘટનાના રાજ્યભરમાં ઘેરા પડઘા : જામનગરમાં તમામ ખાનગી ટયુશન ક્લાસિસ બંધ રાખવા મનપા કમિશનરનો આદેશ: મનપામાં આવતીકાલે અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવાઇ: ફાયર સેફ્ટી અંગે સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ :આવતીકાલથી તમામ સંચાલકો વિરૂદ્ધ કરાશે કડક કાર્યવાહી access_time 10:10 pm IST

  • આજે સાંજે અંતિમ કેબીનેટઃ ગૃહ ભંગ કરવા ઠરાવ કરશેઃ ત્યારબાદ રાષ્ટ્રપતિને મળી નરેન્દ્રભાઇ રાજીનામું આપશેઃ ૧૬મી લોકસભા ભંગ કરવા ભલામણ કરશેઃ રાત્રે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે યોજોલ રાત્રી ભોજનમાં હાજરી આપશે access_time 1:08 pm IST