Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

અમેરિકાના ૨૦૨૦ની સાલના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર એલિઝાબેથ વોરનના ચૂંટણી કમ્પેનમાં સુશ્રી કુનૂક ઓઝાની પસંદગીઃ તમામ ૫૦ સ્ટેટમાં પ્રચાર કામગીરી સંભાળવા ડેપ્યુટી નેશનલ ઓર્ગેનાઇઝીંગ ડીરેકટર તરીકે જવાબદારી સંભાળશે

વોશીંગ્ટઃ અમેરિકામાં ૨૦૨૦ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના ઉમેદવાર એલિઝાબેથ વોરનના ચૂંટણી કમ્પેનમાં ડેપ્યુટી નેશનલ ઓર્ગેનાઇઝીંગ ડીરેકટર તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કુનૂર ઓઝાની પસંદગી થઇ છે.

સુશ્રી આ અગાઉ ગઇ ચૂંટણીના ઉમેદવાર હિલેરી કિલન્ટનના ચૂંટણી કમ્પેનમાં પણ સેવાઓ આપી ચૂકયા છે. હવે તો અમેરિકાના તમામ ૫૦ સ્ટેટમાં એલિઝાબેથના પ્રેસિડન્ટ પદ માટેના પ્રચારની જવાબદારી સંભાળશે.

(7:39 pm IST)