Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

પવિત્ર રમઝાન માસમાં ભૂખ્યા જનોને ઇફતારઃ દુબઇ સ્થિત ભારતીય મૂળના શ્રી જોગીન્દર સિંઘ દ્વારા આખો મહિનો શાકાહારી ભોજન પૂરૂ પાડવા શરૂ કરાયેલી ઇફતારઃ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન

દુબઇઃ પવિત્ર રમઝાન માસ દરમિયાન ભૂખ્યા જનોને શાકાહારી ભોજન પુરૂ પાડવા સમગ્ર માસ દરમિયાન ઇફતારનું આયોજન કરવા બદલ ભારતીય મૂળના શ્રી જોગીન્દર સિંઘ સલારીઆનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે.

સમગ્ર રમઝાન માસ દરમિયાન ભૂખ્યાજનોની આંતરડી ઠારવા તેઓને અપાતા શાકાહારી ભોજનનો હેતુ જણાવતા શ્રી જોગીન્દર સિંઘએ જણાવ્યું હતું કે શાકાહારી ભોજનથી ભૂખ્યા જનોની તંદુરસ્તી વધારનો છે.

શ્રી જોગીન્દરસિંઘ PCT હયુમેનીટીના ફાઉન્ડર છે.જેઓ દુબઇના ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી પોતાની કંપની પેહલ ઇન્ટર નેશનલની જગ્યામાં આ સત્કાર્ય કરી રહ્યા છે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

 

(9:31 am IST)