Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ડ્રાઇવિંગ ટેસ્‍ટ પાસ કર્યા વિના કોમર્શીયલ લાયસન્‍સ અપાવી દેવાનું ષડયંત્રઃ યુ.એસ.ના કેલિફોર્નિયામાં ડ્રાઇવિંગ સ્‍કૂલ સંચાલક ઇન્‍ડિયન અમેરિકન ૫૮ વર્ષીય મંગલ ગિલ દોષિત પૂરવારઃ ૧૩ જુલાઇના રોજ સજા ફરમાવાશે

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના સાન રામોન કેલિફોર્નિયામાં સેન્‍ટ્રલ ટ્રક ડ્રાઇવીંગ સ્‍કુલ ચલાવતા ઇન્‍ડિયન અમેરિકન ૫૮ વર્ષીય મંગલ ગિલને લાંચ લઇ ડ્રાઇવિંગ લાયસન્‍સ અપાવી દેવાના આરોપસર કોર્ટએ કસૂરવાન ઠરાવેલ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

૨૦૧૨ થી ૨૦૧૫ની સાલ દરમિયાન કેલિફોર્નિયા ડીપાર્ટમેન્‍ટ ઓફ મોટર વેહીકલ્‍સના કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરી અરજદારને ડ્રાઇવિંગ ટેસ્‍ટ પાસ ન કરી શક્‍યા હોય તો પણ કોમર્શીયલ ડ્રાઇવિંગ લાયસન્‍સ અપાવી દેવાનું ષડયંત્ર રચવા તથા લાંચ લેવાના આરોપો બદલ ગૂનેગાર ગણવામાં આવેલ છે ૧૩ જુલાઇ ૨૦૧૮ના રોજ સજા ફરમાવાશે.

(10:51 pm IST)